SAPTRSHI CHINTAN

SAPTRSHI CHINTAN
Raisingbhai Talpada

રવિવાર, 1 જાન્યુઆરી, 2012

Kavata

R.V.T.


 સમય અને પ્રકૃતિ

આદિ-અનાદિ કાળથી અહીં, એક બીજાની સંગે;
સમય  અને  પ્રકૃતિ,  આવે   અભિસારે ઉમંગે.
લલચાવે    સમયને,   પરિવર્તનો   કરી  કરી;
શણગારે  પ્રકૃતિ આ,  જગતને   વિવિધ  રંગે.
કરે કાર્ય સર્વ,   જીવસૃષ્ટિના   સંચલન  તણાં;
અખિલ  બ્રહ્માંડમાં મિલન  સાધી પ્રકૃતિ સંગે.
સાચવજે  સમયને ભગવત,”   સિદ્ધિ  પમવા,
સમયને સમજી  વિચારી, ચોળી લે અંગે – અંગે.

            - રાયસંગભાઇ વી. તળપદા - " ભગવત "

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો