R.V.T.
સમય અને પ્રકૃતિ
આદિ-અનાદિ કાળથી અહીં, એક બીજાની સંગે;
સમય અને પ્રકૃતિ, આવે અભિસારે ઉમંગે.
લલચાવે સમયને, પરિવર્તનો કરી કરી;
શણગારે પ્રકૃતિ આ, જગતને વિવિધ રંગે.
કરે કાર્ય સર્વ, જીવસૃષ્ટિના સંચલન તણાં;
અખિલ બ્રહ્માંડમાં, મિલન સાધી પ્રકૃતિ સંગે.
સાચવજે સમયને “ભગવત,” સિદ્ધિ પમવા,
સમયને સમજી વિચારી, ચોળી લે અંગે – અંગે.
- રાયસંગભાઇ વી. તળપદા - " ભગવત "